મેનુ

વિદ્યાર્થી પોર્ટલ

અમારા ઓનલાઇન કોર્સ વિશે જાણો

અમે નીચે અલગ-અલગ પ્રકારના કોર્સ કરાવીએ છીએ — કેટેગરી પસંદ કરો અથવા બધા કોર્સ જુઓ.

એકેડેમિકધોરણ પ્રમાણે, સ્કૂલ સાથે ચાલતા કોર્સ5 કોર્સએન્ટ્રન્સ અને સ્કોલરશિપ એક્ઝામજવાહર નવોદય જેવી એન્ટ્રન્સ અને સ્કોલરશિપ એક્ઝામની તૈયારી3 કોર્સસરકારી ભરતી એક્ઝામતલાટી-મંત્રી જેવી સરકારી ભરતીની પરીક્ષાઓની તૈયારીટૂંક સમયમાંસ્કિલ કોર્સસ્પોકન ઇંગ્લિશ જેવા રોજ કામ આવે તેવા સ્કિલ કોર્સ2 કોર્સ

YOC ની ખાસિયતો

કોર્સ પસંદ કરતા પહેલા જાણો કે YOC બીજા ક્લાસથી અલગ કેમ છે.

બધા કોર્સ

દેખાય છે 10 / 10 કોર્સ

વાલીઓના સામાન્ય પ્રશ્નો

બાળકના ભણતર વિશે વાલીઓ જે સૌથી વધુ પૂછે છે, તેના સીધા જવાબ.

પ્રશ્ન પર ટૅપ કરો — જવાબ નીચે ખુલશે · 17 પ્રશ્નો

ઓનલાઇન ભણવાનું બાળકને ખરેખર સમજાશે?
  • હા. શિક્ષકો દરેક વિષય સરળ ગુજરાતીમાં, ઉદાહરણ આપીને, ધીમે-ધીમે સમજાવે છે.
આ લાઇવ ક્લાસ છે કે ફક્ત રેકોર્ડ કરેલા વીડિયો?
  • આ લાઇવ ક્લાસ છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સીધી વાતચીત થાય છે.
બાળકને પ્રશ્ન હોય તો શું કરે?
  • ક્લાસ દરમિયાન જ શિક્ષકને સીધું પૂછી શકે છે.
  • દર રવિવારે ડાઉટ સોલ્વ કરવાનો ખાસ ક્લાસ હોય છે.
બાળક ભણે છે કે નહીં, એ અમને કેવી રીતે ખબર પડે?
  • હાજરી, હોમવર્ક, પરીક્ષાનું પરિણામ અને પ્રોગ્રેસ — બધું તમે વાલીઓની મોબાઇલ એપમાં જોઈ શકો છો.
કોઈ ક્લાસ છૂટી જાય તો?
  • દરેક ક્લાસનું રેકોર્ડિંગ હોય છે. બાળક ગમે ત્યારે ફરી જોઈ શકે છે.
ઘરે શું જોઈએ?
  • ફક્ત મોબાઇલ અને ઇન્ટરનેટ. બીજો કોઈ ખર્ચ નથી.
ફી કેટલી છે?
  • તાલુકાના ક્લાસ કરતાં ઓછી. ઉપરથી આવવા-જવાનો સમય અને ખર્ચ પણ બચે છે.
બાળકને ન ગમે તો?
  • પહેલા 7 દિવસ ફ્રી ટ્રાયલ — ગમે તો જ ફી ભરો.
બાળક કેટલું સુરક્ષિત છે?
  • બાળક ઘરે, તમારી નજર સામે ભણે છે. દીકરીઓ માટે આ સૌથી સુરક્ષિત વ્યવસ્થા છે.
શિક્ષકો કેટલા અનુભવી છે?
  • અમે 10 વર્ષથી વધુ ભણાવવાનો અનુભવ ધરાવતા શિક્ષકો જ લઈએ છીએ — તે પણ ઇન્ટરવ્યૂ અને ડેમો લેક્ચર પછી.
બાળકનું ભણેલું પાકું થાય એ માટે શું કરો છો?
  • નિયમિત પરીક્ષા લઈએ છીએ, અને હોમવર્ક તથા સ્ટડી મટીરિયલ પણ આપીએ છીએ.
બાળકનું ધ્યાન મોબાઇલમાં બીજે જતું રહેશે તો?
  • ક્લાસમાં શિક્ષકની પૂરી નજર હોય છે, અને તમે પણ ઘરે ધ્યાન રાખી શકો છો.
ક્લાસ કયા સમયે હોય છે?
  • ક્લાસ નક્કી સમયે થાય છે, એટલે બાળકને રોજ ભણવાની ટેવ પડે છે.
ઇન્ટરનેટ ધીમું હોય તો?
  • લાઇવ ક્લાસમાં તકલીફ પડે તો બાળક પછીથી રેકોર્ડિંગ જોઈને ભણી શકે છે.
સામાન્ય ટ્યુશન અને YOC માં શું ફરક છે?
  • ઘરે બેઠા ભણતર, ઓછી ફી, દરેક વિષયના અલગ શિક્ષક, વાલીઓને પૂરી માહિતી અને ફરી ભણવાની તક.
પરિણામ સુધરશે?
  • નિયમિત પરીક્ષા, માર્ગદર્શન અને દેખરેખથી બાળકોના પરિણામમાં સુધારો જોવા મળે છે.
YOC પર ભરોસો કેમ રાખવો?
  • YOC પાછળ 1992 થી કામ કરતું શેઠ ગ્રુપ છે. અને તમારા વિસ્તારમાં YOC સાથે જોડાયેલી વ્યક્તિ તમારી ઓળખીતી હોય છે.

YOC ને પૂછો

તમારી વિગત આપો — YOC ની યોગ્ય વ્યક્તિ તમારો સંપર્ક કરશે.